ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની યુથ કમિટી દ્વારા અમદાવાદ સ્થિત GCCIના એસ્ટ્રલ એક્ઝિક્યુટિવ રૂમ ખાતે “Beyond the Boundary – The Captain’s Mindset: From Pitch to Boardroom” વિષય પર પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રમતગમતના મેદાન પર વિકસતા નેતૃત્વના ગુણો અને વ્યવસાયિક જીવનમાં તેમની ઉપયોગિતા વિશે યુવાનોને માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમમાં GCCIના ઉપપ્રમુખ હિતેન વસંત, માનદ ખજાનચી ધ્રુવિલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત GCCIના ઉપપ્રમુખ હિતેન વસંતના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી.

જાહેરાતAdvertisement

આ પ્રસંગે હિતેન વસંતે જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક ક્ષમતા વિકસાવવાનું માધ્યમ નથી, પરંતુ તે વ્યક્તિમાં શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને દબાણની પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસાવે છે. રમતના મેદાન પર શીખેલા આ ગુણો ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને યુવા પ્રોફેશનલ્સ માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને પડકારોને તક તરીકે સ્વીકારી ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા અને સહયોગની ભાવના સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

ત્યારબાદ GCCI યુથ કમિટીના ચેરમેન હર્ષિલ ખજાનચીએ કાર્યક્રમના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે રમતગમતમાં સફળતા મેળવવા માટે જરૂરી ધીરજ, વ્યૂહાત્મક વિચારસરણી, મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા અને ટીમ ભાવનાને વ્યવસાયિક જીવનમાં અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાએ પોતાના ક્રિકેટ જીવનના અનુભવો ઉપસ્થિત લોકો સાથે વહેંચ્યા હતા. તેમણે ક્રિકેટના મેદાન પર નેતૃત્વ કરતી વખતે આવતાં પડકારો, ટીમના સભ્યો વચ્ચે સંકલન જાળવવા અને દબાણની પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લેવાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

અંજુમ ચોપરાએ સમજાવ્યું હતું કે ક્રિકેટ હોય કે વ્યવસાયિક ક્ષેત્ર, સફળતા માટે દૃઢ નિશ્ચય, શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમવર્ક અનિવાર્ય છે. તેમણે નેતૃત્વની જવાબદારી નિભાવતી વખતે અવરોધોને પાર કરવા, નવી તકો ઊભી કરવા અને લાંબા ગાળે પોતાની આગવી ઓળખ તથા વારસો સ્થાપિત કરવા અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

“પિચથી બોર્ડરૂમ સુધી”ના વિચારને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં GCCI યુથ વિંગના સભ્યોને રમતગમતના અનુભવોમાંથી પ્રેરણા મેળવવાની અને તેને પોતાના વ્યક્તિગત વિકાસ, વ્યાવસાયિક શ્રેષ્ઠતા તથા અસરકારક નેતૃત્વ સાથે જોડવાની તક મળી હતી.

કાર્યક્રમના અંતે GCCI યુથ કમિટીના કો-ચેરમેન પ્રીત શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ રીતે કાર્યક્રમમાં રમતગમત અને વ્યવસાયિક જીવન વચ્ચેના સંબંધને ઉજાગર કરીને યુવાનોમાં નેતૃત્વ, ટીમવર્ક અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવાનો પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.