અમદાવાદના સમૃદ્ધ ઐતિહાસિક વારસા, ભવ્ય સ્થાપત્ય અને સાંસ્કૃતિક પરંપરાઓને નજીકથી જાણવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘ધ દૂરબીન’ દ્વારા શનિવારે, 21 નવેમ્બર, 2026ના રોજ ‘માણેક ટુ માણેક હેરિટેજ વૉક’નું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 6:30 કલાકે શરૂ થયેલી આ હેરિટેજ વૉકમાં સહભાગીઓએ શહેરના ઐતિહાસિક વિસ્તારો અને સ્મારકોની મુલાકાત લઈને અમદાવાદના ભવ્ય ભૂતકાળને જાણવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો.
હેરિટેજ વૉકની શરૂઆત માણેક બુરજથી કરવામાં આવી હતી. અહીંથી સહભાગીઓ એલિસબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, જૂની જામા મસ્જિદ, સિદ્દીક કોટવાલની કબર, ભદ્રા કિલ્લો, ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો સહિતનાં ઐતિહાસિક સ્થળોને આવરી લેતા માર્ગે આગળ વધ્યા હતા. આશરે 2 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને સહભાગીઓ માણેકચોક પહોંચ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ વૉક દરમિયાન સહભાગીઓને અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યોની વિશેષતાઓ, શહેરી સંસ્કૃતિ, પરંપરાઓ અને શહેરના ગૌરવશાળી વારસાની વિવિધ બાબતો વિશે જાણવાની તક મળી હતી. કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે સહભાગીઓ પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેના માધ્યમથી અમદાવાદની આગવી સંસ્કૃતિ તથા વારસાની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
‘ધ દૂરબીન’ દ્વારા આવા હેરિટેજ વૉકના આયોજન થકી નવી પેઢીને અમદાવાદના ઐતિહાસિક વારસા સાથે જોડવા, વારસાના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખને વધુ વ્યાપક સ્તરે પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

