આજરોજ અમદાવાદ ખાતે સચિવ શ્રી એમ આર પટેલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ની અધ્યક્ષતામાં બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની સંકલન બેઠક બોલાવવામાં આવી જેની અંદર સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી , પોલીસ વિભાગ ગ્રામ્ય, ચાઇલ્ડ વેલફેર કમિટી, જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન , પ્રયાસ સંસ્થા અમદાવાદ , સાણંદ અને બાવળા મહિલા વિકાસ સંધ , વન સ્ટોપ સેન્ટર , ગ્રામ્ય શિક્ષણ વિભાગ, પેરાલીગલ વેલેન્ટાઇન સાણંદ અને અન્ય વિભાગો સાથે આયોજન કરવામાં આવ્યું અને સૌપ્રથમ વિશ્વમાં પહેલી વખત બાળ લગ્ન મુક્ત વિશ્વ દિવસની ઉજવણી 27મી નવેમ્બર થનાર છે અને તે બાદ 8 માર્ચ સુધી 100 દિવસનો બાલ લગ્ન મુક્ત અભિયાન જે ચાલનાર છે એ અંગે ચર્ચા કરવામાં આવી .

આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો સાથે સંકલન કરીને આગામી દિવસોમાં બાળ લગ્ન મુક્ત અમદાવાદ બનાવવા માટે તમામ વિભાગો સાથે મળીને કામગીરી કરશે .અને તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે .