અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નેશનલ બુક ટ્રસ્ટ (NBT) દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026ના ત્રીજા દિવસે ડોમ-1 ખાતે આવેલા ‘ઓથર્સ કોર્નર’માં ‘INK, INSIGHT AND INDIA’ શીર્ષક હેઠળ જાણીતા લેખક અને સંશોધક ચંદ્રચૂડ ઘોષ સાથે વિશેષ સંવાદ યોજાયો હતો. મુર્તુઝા અલીના સંચાલન હેઠળ યોજાયેલા આ સેશનમાં ભારતના આધુનિક ઇતિહાસ, નેતાજી સુભાષચંદ્ર બોઝના વ્યક્તિત્વ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન, મહાત્મા ગાંધી સાથેના તેમના રાજકીય સંબંધો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સો વર્ષના ઇતિહાસ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

સંવાદ દરમિયાન ચંદ્રચૂડ ઘોષે જણાવ્યું કે ઐતિહાસિક વ્યક્તિત્વો અને સંસ્થાઓને સમજવા માટે તેમને માત્ર મહાનાયક અથવા વિલન તરીકે જોવાને બદલે ઉપલબ્ધ દસ્તાવેજો, ઐતિહાસિક સંદર્ભો અને તથ્યોના આધારે અભ્યાસ કરવો જરૂરી છે. તેમના મતે, ઇતિહાસનો અભ્યાસ કોઈ એક વિચારધારાના સમર્થન કે વિરોધ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ ભૂતકાળની ઘટનાઓને તેમના સમય અને સંજોગોના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ હોવો જોઈએ.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

*નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન અને વિચારધારા પર પ્રકાશ*

ચર્ચામાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવનપ્રવાસ, તેમના રાજકીય નિર્ણયો અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે અપનાવેલી વ્યૂહરચનાઓ અંગે વિસ્તૃત વાતચીત થઈ હતી. ચંદ્રચૂડ ઘોષે સમજાવ્યું કે નેતાજીના વ્યક્તિત્વને સમજવા માટે તેમના જીવનના વિવિધ તબક્કાઓ, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જટિલતાઓનો અભ્યાસ કરવો જરૂરી છે.

નેતાજીના ગાંધીજી સાથેના સંબંધો અંગે ચર્ચા કરતાં તેમણે બંને નેતાઓ વચ્ચેના વૈચારિક અને રાજકીય મતભેદો છતાં પરસ્પર સન્માનના પાસા પર ભાર મૂક્યો હતો. તેમના મતે, સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાના માર્ગ અંગે બંનેના વિચારો અલગ હતા, પરંતુ આ મતભેદોનો અર્થ વ્યક્તિગત સંબંધોમાં અનિવાર્ય શત્રુતા એવો થતો નથી. આ સંદર્ભમાં સંવાદમાં રાજકીય અસંમતિ વચ્ચે પણ પરસ્પર સન્માન જાળવવાની બાબતને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી.

ચર્ચા દરમિયાન નેતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને શરૂ થયેલા ‘મિશન નેતાજી’ના કાર્યનો પણ ઉલ્લેખ થયો હતો. ચંદ્રચૂડ ઘોષે જણાવ્યું કે આ પ્રયાસની શરૂઆત વર્ષ 2004માં થઈ હતી, જ્યારે સોશિયલ મીડિયાનું આજના જેવું વ્યાપક માળખું અસ્તિત્વમાં નહોતું. સમય જતાં આ પહેલ સાથે અનેક લોકો જોડાયા અને ઐતિહાસિક સંશોધન તથા જાહેર ચર્ચા દ્વારા નેતાજીના જીવન અને કાર્યને સમજવાનો પ્રયાસ આગળ વધ્યો.

જાહેરાતAdvertisement

*RSSના ઇતિહાસના સંશોધનમાં દસ્તાવેજો અને તથ્યોનું મહત્ત્વ*

સેશનમાં ચંદ્રચૂડ ઘોષના RSSના સો વર્ષના ઇતિહાસ પર આધારિત સંશોધનકાર્ય અંગે પણ ચર્ચા થઈ હતી. તેમણે જણાવ્યું કે આ વિષય પર પુસ્તક લખતી વખતે તેમનો અભિગમ ઉપલબ્ધ ઐતિહાસિક દસ્તાવેજો, જૂના અખબારો, આર્કાઇવ્સ અને સમકાલીન સંદર્ભોના અભ્યાસ પર આધારિત રહ્યો હતો. તેમણે પોતાના કાર્યને પરંપરાગત અર્થમાં ઇતિહાસકાર તરીકેની ઓળખ કરતાં વધુ એક જિજ્ઞાસુ સંશોધક અને તપાસકર્તાના અભિગમ સાથે જોડ્યું હતું.

તેમણે સમજાવ્યું કે કોઈ પણ સંસ્થા એક જ સમયે અને એક જ સ્વરૂપમાં સ્થિર રહેતી નથી. સમય, સામાજિક પરિસ્થિતિઓ અને રાજકીય પરિવર્તનો સાથે તેના કાર્યક્ષેત્ર, પ્રવૃત્તિઓ અને વિચારપ્રવાહમાં પણ ફેરફાર થાય છે. તેથી RSS જેવી સંસ્થાના ઇતિહાસને સમજવા માટે તેની સ્થાપનાથી લઈને વિવિધ સમયગાળામાં થયેલા વિકાસ અને વિસ્તરણનો અભ્યાસ જરૂરી છે.

ચંદ્રચૂડ ઘોષે એ બાબત પર પણ ભાર મૂક્યો કે ઐતિહાસિક સંશોધન દરમિયાન પૂર્વગ્રહોથી દૂર રહીને તથ્યોનું વિશ્લેષણ કરવું જોઈએ. કોઈ સંસ્થાની ટીકા કરવી હોય કે તેના કાર્યને સમજવું હોય, બંને પહેલાં તે સંસ્થા શું છે, તેના ઉદ્દેશો શું રહ્યા છે અને સમય સાથે તેમાં કેવા પરિવર્તનો આવ્યા છે તે જાણવું જરૂરી છે.

*યુવા પેઢી અને ઇતિહાસના નવા અભ્યાસની દિશા*

સંવાદ દરમિયાન ઇતિહાસના લેખન, શિક્ષણ અને જાહેર ચર્ચામાં બદલાતા પ્રવાહો અંગે પણ વિચારો રજૂ થયા હતા. ચંદ્રચૂડ ઘોષે જણાવ્યું કે યુવા પેઢી હવે ઇતિહાસ, રાજકારણ અને સાહિત્ય જેવા વિષયોને સમજવા માટે વધુ પ્રશ્નો પૂછે છે અને ઉપલબ્ધ માહિતીને પોતાની રીતે તપાસવાનો પ્રયાસ કરે છે. તેમના મતે, જિજ્ઞાસા, તર્ક અને તથ્યોના આધારે થતી ચર્ચા ભવિષ્યમાં ઇતિહાસના વધુ વ્યાપક અને વિવિધ પાસાંઓને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.

સંચાલક મુર્તુઝા અલીએ પણ ચર્ચાને આગળ ધપાવતાં ઇતિહાસમાં વિવિધ વ્યક્તિત્વો અને ઘટનાઓના પ્રસ્તુતીકરણ, સંશોધનકાર્યની ભૂમિકા અને નવી પેઢી સુધી ઐતિહાસિક માહિતી પહોંચાડવાના મહત્ત્વ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. સંવાદમાં બંગાળના બૌદ્ધિક અને રાજકીય ઇતિહાસ, ભારતની ઓળખના વિવિધ સ્તરો તેમજ ઐતિહાસિક લેખનના બદલાતા અભિગમ જેવા વિષયોનો પણ સમાવેશ થયો હતો.