આણંદમાં નિર્માણ પામી રહેલી 350 બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલના બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી અને અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
આણંદમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી 350 બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ હોસ્પિટલની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ હોસ્પિટલના બાંધકામની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી અને ઉપસ્થિત તબીબો સાથે ચર્ચા કરી હતી.
આ નવી સિવિલ હોસ્પિટલમાં આધુનિક તબીબી સાધનો, ઓપરેશન થિયેટર તેમજ માતા અને બાળક માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને ઓપરેશન સહિતની શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ હોસ્પિટલનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરીને લોકાર્પણ કરવાની આશા વ્યક્ત કરી હતી. સાથે જ બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને હોસ્પિટલનો લાભ નાગરિકોને મળે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન જિલ્લા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

