પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના અસારવા–હિંમતનગર અને અસારવા–ખેડબ્રહ્મા રેલખંડ પર દોડતી ચાર મેમૂ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સંશોધિત સમયપત્રક 23 નવેમ્બર, 2026 થી અમલમાં આવશે. તેની વિગતો નીચે મુજબ છે:

• *ટ્રેન નંબર 69246 હિંમતનગર–અસારવા મેમૂ* (રવિવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ) હિંમતનગર સ્ટેશનથી અગાઉના નિર્ધારિત પ્રસ્થાન સમય સવારે 06:10 વાગ્યાના બદલે 23 નવેમ્બર, 2026 થી સવારે 06:00 વાગ્યે ઉપડશે. આ ટ્રેનનું રખિયાલ સ્ટેશન પર આગમન સવારે 06:54 વાગ્યે અને નરોડા સ્ટેશન પર આગમન સવારે 07:34 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અસારવા સ્ટેશન પર અગાઉના નિર્ધારિત આગમન સમય સવારે 08:10 વાગ્યાના બદલે હવે સવારે 08:00 વાગ્યે પહોંચશે.

જાહેરાતAdvertisement

• એ જ રીતે, *ટ્રેન નંબર 69252 ખેડબ્રહ્મા–અસારવા મેમૂ* દરરોજ ખેડબ્રહ્મા સ્ટેશનથી અગાઉના નિર્ધારિત પ્રસ્થાન સમય સવારે 06:45 વાગ્યાના બદલે 23 નવેમ્બર, 2026થી સવારે 06:40 વાગ્યે ઉપડશે. આ ટ્રેનનું રખિયાલ સ્ટેશન પર આગમન સવારે 08:22 વાગ્યે અને નરોડા સ્ટેશન પર આગમન સવારે 08:59 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અસારવા સ્ટેશન પર અગાઉના નિર્ધારિત આગમન સમય સવારે 09:30 વાગ્યાના બદલે હવે સવારે 09:25 વાગ્યે પહોંચશે.

• *ટ્રેન નંબર 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ* દરરોજ અસારવા સ્ટેશનથી અગાઉના નિર્ધારિત પ્રસ્થાન સમય સાંજે 18:25 વાગ્યે જ ઉપડશે. આ ટ્રેનનું નરોડા સ્ટેશન પર આગમન સાંજે 18:34 વાગ્યે, રખિયાલ સ્ટેશન પર સાંજે 19:06 વાગ્યે અને હિંમતનગર સ્ટેશન પર રાત્રે 19:57 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા સ્ટેશન પર અગાઉના નિર્ધારિત આગમન સમય રાત્રે 21:10 વાગ્યાના બદલે 23 નવેમ્બર, 2026થી રાત્રે 21:15 વાગ્યે પહોંચશે.

• વધુમાં, *ટ્રેન નંબર 69245 અસારવા–હિંમતનગર મેમૂ* (શનિવાર સિવાય) અસારવા સ્ટેશનથી અગાઉના નિર્ધારિત પ્રસ્થાન સમય સાંજે 19:20 વાગ્યાના બદલે 23 નવેમ્બર, 2026 થી સાંજે 19:05 વાગ્યે ઉપડશે. આ ટ્રેનનું નરોડા સ્ટેશન પર આગમન સાંજે 19:13 વાગ્યે અને રખિયાલ સ્ટેશન પર સાંજે 19:46 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યો છે. હિંમતનગર સ્ટેશન પર અગાઉના નિર્ધારિત આગમન સમય રાત્રે 21:45 વાગ્યાના બદલે હવે રાત્રે 21:05 વાગ્યે પહોંચશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની સંરચના અંગેની વિસ્તૃત માહિતી માટે મુસાફરો કૃપા કરીને ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ માહિતી મેળવી શકે છે.