ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત SSIP 2.0 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 ઑક્ટોબર, 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે જાગૃતિ કેળવવાનો તથા તેમના નવીન વિચારોને વ્યવહારુ સાહસોમાં રૂપાંતરિત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન અને ISIICTL વિભાગના નિયામક પ્રો. મનોજ શાહના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલા કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ICAI-WIRCના ચેરમેન CA રિંકેશ શાહ, વિનસ એન્જિનિયરિંગ વર્ક્સના ડિરેક્ટર અનય મશરૂવાલા અને ગુજરાત સરકારના CED મેનેજર ધર્મેન્દ્ર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. મનોજ શાહે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઊભા થતા પડકારો અને ઉપલબ્ધ તકો અંગે માહિતી આપી હતી, જ્યારે SSIP પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તેજેન્દ્ર પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કાર્યક્રમમાં CA રિંકેશ શાહે વિકસિત ભારતના નિર્માણમાં સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની ભૂમિકા સમજાવી હતી. અનય મશરૂવાલાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમજવા અને ઉદ્યોગસાહસિક તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. CED મેનેજર ધર્મેન્દ્ર પંડ્યાએ સ્ટાર્ટઅપના પાયાના સિદ્ધાંતો તથા સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ICAI-WIRCના RCM CA ફેનિલ શાહે ટેક્નિકલ કૌશલ્યો વિકસાવવાની જરૂરિયાત અને સ્ટાર્ટઅપના વિકાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા અંગે માહિતી આપી હતી. ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના ફાઉન્ડર કરમજીતસિંહ બિહોલાએ ડિઝાઇન થિંકિંગ અને આઇડિયેશન પ્રક્રિયા અંગે સમજ આપી હતી. જ્યારે GLS યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટરનાં હેડ ડૉ. હિમા ત્રિવેદીએ માર્કેટ રિસર્ચ, સ્પર્ધાત્મક વિશ્લેષણ, બ્રાન્ડિંગ, સંચાર અને ડિજિટલ માર્કેટિંગનું મહત્ત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમના અંતિમ સત્રમાં યોજાયેલા ‘સ્ટાર્ટઅપ ફાઉન્ડર ટોક’માં સત્ય મહેતા અને હેલી સોપારકરે પોતાના ઉદ્યોગસાહસિક અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. તેમણે સ્ટાર્ટઅપની સ્થાપના અને વિકાસ દરમિયાન આવેલા પડકારો, યોગ્ય આયોજન, ધીરજ, સતત પ્રયત્નો તથા સરકારી સહાયની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત, દત્તા લો કન્સલ્ટન્સીનાં ફાઉન્ડર ડૉ. પ્રીતિ ચોથાણીએ બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ઔદ્યોગિક ડિઝાઇનના રક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રો. મનોજ શાહે સ્ટાર્ટઅપના સફળ સંચાલન માટે નાણાકીય આયોજન, કોસ્ટિંગ, ફાઇનાન્સિંગ અને વેન્ચર કેપિટલના મહત્ત્વ વિશે સમજાવ્યું હતું.

જાહેરાતAdvertisement

કાર્યક્રમના અંતે સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત SSIP 2.0 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નવીન વિચારો વિકસાવવા, ઉદ્યોગસાહસિક તકો ઓળખવા અને પોતાના વિચારોને સ્ટાર્ટઅપમાં રૂપાંતરિત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પહેલ યુવાનોમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં ઉપયોગી બની હતી.