શામળાજી પોલીસની મોટી કાર્યવાહી

અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સો ઝડપાયા, દારૂની 109 બોટલ-ક્વાર્ટર કબજે કરાયાં

જાહેરાતAdvertisement

ગુજરાતમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને પ્રવેશ અટકાવવા માટે શામળાજી પોલીસ દ્વારા અણસોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી વાદળી રંગની મારૂતિ સુઝુકી બલેનો કારમાંથી ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 109 બોટલ અને ક્વાર્ટર મળી આવતાં પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 5,73,884નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કારમાં સવાર બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોહિલ શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા નાનાં-મોટાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, બલેનો કાર નંબર GJ-01-HZ-4007માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખ્સો ગુજરાતમાં પ્રવેશવાના છે.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ બલેનો કાર આવતાં તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની મધ્યની સીટ અને પાછળની ડીકીમાંથી કાગળમાં વીંટાળેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 109 બોટલ અને ક્વાર્ટર મળી આવ્યાં હતાં.

પોલીસે કારચાલક ગોપાલકુમાર જયંતિલાલ ભેરાજી કલાલ (ઉં.વ. 25), રહે. બનોડા, તા. સલુમ્બર, જિલ્લો સલુમ્બર (રાજસ્થાન) અને તેની સાથેના નિખીલ મહેન્દ્રસિંહ દિપસિંહ ચૌહાણ (ઉં.વ. 24), રહે. મોટાગાવ, તા. ગનોડા, જિલ્લો બાંસવાડા (રાજસ્થાન)ની પૂછપરછ કરી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

પોલીસે રૂ. 68,884નો વિદેશી દારૂ, રૂ. 5,000નો મોબાઇલ ફોન અને રૂ. 5 લાખની બલેનો કાર મળી કુલ રૂ. 5,73,884નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.