ભારતના મહાન જનજાતીય સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજના પ્રેરણાસ્ત્રોત ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભિલોડા વિધાનસભા વિસ્તારના શામળાજી ખાતે આવેલા ગાયત્રી મંદિરના હોલમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રાજ્યસભાના પૂર્વ સાંસદ રમીલાબેન બારા દ્વારા શોભાવવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875ના રોજ ઝારખંડના ઉલિહાતુ ગામે થયો હતો. તેમણે અંગ્રેજ શાસન અને શોષણકારી વ્યવસ્થાઓ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી ઐતિહાસિક સંઘર્ષ કર્યો હતો. તેમની આગેવાની હેઠળ થયેલી 'ઉલગુલાન' ક્રાંતિ આદિવાસી ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. આદિવાસી સમાજ તેમને આદરપૂર્વક 'ધરતી આબા' તરીકે ઓળખે છે.યુવા સંમેલનનો મુખ્ય હેતુ યુવાનોમાં બિરસા મુંડાના જીવન, રાષ્ટ્ર ભક્તિ અને બલિદાનના વિચારો નો પ્રસાર કરવાની સાથે આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાનો હતો. ઉપરાંત યુવાનોને શિક્ષણ, રોજગાર, સ્વરોજગાર, નેતૃત્વ અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ સંમેલનના માધ્યમથી નવી પેઢીને જનજાતીય મહાનાયકોના સંઘર્ષ અને બલિદાનથી પ્રેરણા મેળવી સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરાયું હતું.કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા