આદિવાસી સંસ્કૃતિ અને લોકનૃત્યના સંગમ સાથે યોજાયેલી ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો જોડાયા
ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે સવારે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સવારે નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી ફૂલહાર પહેરાવીને આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
ત્યારબાદ નાનાપોંઢા સર્કલથી મુખ્ય કાર્યક્રમ સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને વાદ્યોના તાલે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતા અને ગૌરવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
રેલી દરમિયાન આદિવાસી નૃત્યમાં નાયબ મુખ્યમંત્રીશ્રી પણ સહભાગી થયા હતા.
આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, આદિવાસી સમાજના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

