ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ ડાકઘરો અને વહીવટી કચેરીઓમાં 26 નવેમ્બર, 2026ના રોજ ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય ખાતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે બંધારણ સ્વીકાર્યાની 77મી વર્ષગાંઠ નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણની પ્રસ્તાવનાનું પઠન કર્યું હતું. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રસ્તાવનાનું સામૂહિક પઠન કરીને બંધારણમાં સમાવિષ્ટ આદર્શો અને મૂલ્યો પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ભારતીય બંધારણ આપણા લોકતંત્રનો પાયો, રાષ્ટ્રીય એકતાનો આધાર અને દેશની પ્રગતિનું માર્ગદર્શક છે. તે આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય જેવા મૂળભૂત આદર્શો સાથે જોડે છે અને અધિકારોની સાથે આપણા કર્તવ્યો પ્રત્યે પણ જાગૃત કરે છે. ડૉ. ભીમરાવ આંબેડકર અને બંધારણના ઘડવૈયાઓની દૂરદર્શિતાથી રચાયેલ આ મહાન દસ્તાવેજ દરેક નાગરિકને સશક્ત અને જવાબદાર રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે બંધારણના આદર્શોને પોતાના આચરણમાં ઉતારવા તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને અખંડ જાળવી રાખવી એ આપણા સૌની જવાબદારી છે.

જાહેરાતAdvertisement

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના રોજ ભારતના બંધારણને સ્વીકાર્યું, અધિનિયમિત કર્યું અને આત્માર્પિત કર્યું હતું. લગભગ 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની સઘન મહેનત બાદ બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેના મૂળ સ્વરૂપમાં 395 અનુચ્છેદ, 8 અનુસૂચિઓ અને આશરે 1,45,000 શબ્દોનો સમાવેશ થતો હતો, જેના કારણે તે વિશ્વના સૌથી વિસ્તૃત રાષ્ટ્રીય બંધારણોમાંનું એક બન્યું. ત્યારબાદ, 19 નવેમ્બર, 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના જાહેરનામા દ્વારા દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રવર ડાક અધીક્ષક, રેલ ડાક સેવા શ્રી પીયૂષ આર. રાજક, પ્રવર ડાક અધીક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, ડાક અધીક્ષક શ્રી વિપુલ ગુપ્તા, શ્રી રાજેન્દ્રપ્રસાદ સૈની, શ્રી એચ. સી. પરમાર, શ્રી એસ. કે. વર્મા, શ્રી રાજેન્દ્રપુરી ગોસ્વામી, શ્રી પી. જે. સોલંકી, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી રિતુલ ગાંધી, શ્રી અલ્પેશ શાહ, શ્રી દર્શન તપસ્વી, શ્રી અરબિંદ કુમાર રમણ, શ્રી એમ. એચ. હરન, સુશ્રી કિંજલ શાહ, સહાયક અધ્યક્ષ શ્રી આર. ટી. પટેલ, શ્રી જગદીશ જીદ, નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી દક્ષેશ ચૌહાણ અને શ્રી ભાવિન પ્રજાપતિ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ બંધારણ દિવસ નિમિત્તે શપથ લીધા હતા.