અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકની ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી પહેલાં જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ વોર્ડ રચના અને મતદાર યાદીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ કેટલાક મતદારો દ્વારા વોર્ડ રચના અને મતદાર યાદી સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ જાગૃત ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ વર્તમાન વ્યવસ્થાના સમર્થનમાં મોરચો માંડ્યો છે.
ચૂંટણી અધિકારી ને કરવામાં આવેલી વાંધા અરજીના પગલે ભિલોડાના સામાજિક આગેવાનો અને જાગૃત મતદારો એ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. મુકેશભાઈ મહેતા, પિનાકીનભાઈ ગામેતી, શૈલેષભાઈ બામણીયા, હરેશભાઈ પંડ્યા, ગિરીશભાઈ પંડ્યા, રોહિતભાઈ ત્રિવેદી અને પિયુષકુમાર બામણીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ રજૂઆતમાં ભાગ લીધો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
રજૂઆતમાં વોર્ડ નંબર ૧થી ૧૮ની તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી તથા વોર્ડ રચનાને નિયમોનુસાર, પારદર્શક અને યોગ્ય ગણાવી તેને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામજનોનો વાસ્તવિક અભિપ્રાય સત્તાવાર રેકર્ડ પર નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, વર્તમાન વોર્ડ રચના અને મતદાર યાદી તેમને સ્વીકાર્ય છે અને તેમાં કોઈ ફેરફારની જરૂરિયાત જણાતી નથી.ભિલોડા ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વચ્ચે એક જ મુદ્દે સામસામે રજૂઆતો થતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. હવે ચૂંટણી તંત્ર બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને રાખીને શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. ચૂંટણી પહેલાં જ સર્જાયેલા આ ઘટનાક્રમે ભિલોડાના રાજકીય માહોલને ગરમાવી દીધો છે.

