અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માંકરોડ નજીક આવેલા પ્રસિદ્ધ આશાપુરા મંદિરે નવરાત્રિ પર્વની આઠમ નિમિત્તે ધાર્મિક માહોલમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું.નવરાત્રિની આઠમના પવિત્ર દિવસે બ્રાહ્મણ કીર્તિભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે હવન યોજાયો હતો, જેમાં ધાર્મિક વિધિ અનુસાર આહુતિ અર્પણ કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટના યજમાનપદે સમગ્ર ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.હવન દરમિયાન માતાજીના જયઘોષ અને મંત્રોચ્ચારથી મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિના પર્વે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી ભક્તોમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાભાવ જોવા મળ્યો હતો.
ભિલોડા ના માંકરોડના આશાપુરા મંદિરે આઠમ નો હવન
આશાપુરા મંદિરે આઠમના હવનમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક આહુતિ અર્પણ કરી.મંદિર પરિસર ભક્તિભાવ અને ધાર્મિક વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું
ક
કૌશિક સોની, ભિલોડા
