આંજણા ચૌધરી પટેલ સમાજની આરાધ્ય કુળદેવી અને શ્રદ્ધા-શક્તિનાં પ્રતીક એવાં માં અર્બુદા માતાજીની પવિત્ર જ્યોત માઉન્ટ આબુથી ભિલોડા નગરમાં પધારતાં ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. જ્યોતના રથનું ભવ્ય સામૈયું કરી અર્બુદા નગરના કોમન પ્લોટમાં ભાવભીનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે એન.ડી. પટેલ, અમરતભાઈ પટેલ, દામુભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પવર્ષા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. માતાજીની પવિત્ર જ્યોતનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

જાહેરાતAdvertisement

ધાર્મિક પ્રસંગને વધુ મંગલમય બનાવવા ગામની દીકરીઓ, બહેનો અને માતાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબાના તાલે ઝૂમતાં ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી હતી, જેના કારણે સમગ્ર અર્બુદા નગર ભક્તિના રંગે રંગાયું હતું.

ત્યારબાદ માતાજીની સામૂહિક આરતી ઉતારી સૌએ સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આરતી બાદ પવિત્ર જ્યોતને આગળના ગામ તરફ ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા ગામના યુવાનો તથા વડીલોએ ભારે જહેમત ઉઠાવી