અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આવેલી સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આપત્તિના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા અંગેની સજ્જતા ચકાસવાના હેતુથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલના ઇલેક્ટ્રિક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાનું દર્શાવી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, મામલતદાર કચેરી, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ મોકડ્રીલમાં ભાગ લીધો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી, ઈજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા તથા પ્રાથમિક સારવાર આપવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે દર્દીઓ, તબીબો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ત્વરિત કામગીરીની ક્ષમતા ચકાસવાનો હતો.મોકડ્રીલના આયોજનથી હોસ્પિટલ તંત્ર સહિત સંબંધિત વિભાગોની આપત્તિ વ્યવસ્થાપન અંગેની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.