ભિલોડા તાલુકા શ્રીમાળી સોની મિત્ર મંડળ દ્વારા શરદપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે માંકરોડા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને આનંદના રંગે રંગાયું હતું.
કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. મા જગદંબાની આરાધના સાથે જ્ઞાતિબંધુઓએ પરંપરાગત ગરબે ઘૂમી ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. ગરબાના તાલે ગુંજતા ભક્તિગીતો અને ઉત્સાહભેર રમાયેલા ગરબાથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોનીએ ઉપસ્થિત સૌ જ્ઞાતિબંધુઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મા જગદંબાની આરતી ઉતારી સૌએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આરતી દરમિયાન ભક્તિભાવ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના આચાર્ય ફાધર નિક્સન, સિસ્ટર સીસીલિયા, સિસ્ટર રિના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ શરદપૂર્ણિમા મહોત્સવે સમાજના લોકોમાં એકતા, ભાઈચારો અને સામાજિક સંવાદિતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના ઉમદા આશય સાથે યોજાયેલો આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
Kaushik soni bhiloda

