પૂર્ણ ગણવેશમાં સ્વયંસેવકોએ નગરના મુખ્ય માર્ગો પર પથ સંચલન કર્યું; ગિરીશભાઈ દરજીએ પંચ પરિવર્તન અને રાષ્ટ્રનિર્માણ અંગે પ્રેરણાદાયી બૌદ્ધિક આપ્ય
કાર્યક્રમના પ્રારંભે ભિલોડા તાલુકાના વિવિધ મંડળોમાંથી પૂર્ણ ગણવેશમાં ઉપસ્થિત રહેલા સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ પથ સંચલન યોજાયું હતું. નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા પથ સંચલનનું નગરજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ જાહેર કાર્યક્રમમાં વિધિવત્ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પંકજભાઈ શર્માએ અમૃત વચન રજૂ કર્યાં હતાં, જ્યારે હસમુખભાઈએ વ્યક્તિગત ગીતની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ગાંધીનગર વિભાગ વ્યવસ્થા પ્રમુખ ગિરીશભાઈ દરજીએ રાષ્ટ્રભક્તિ, સંસ્કાર સિંચન અને રાષ્ટ્રનિર્માણ ના વિષયો સાથે સંઘના ‘પંચ પરિવર્તન’ના સંકલ્પ અંગે પ્રેરણાદાયી બૌદ્ધિક આપ્યું હતું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે તાલુકાના વિવિધ મંડળોના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કાર્યવાહ સુરજ પટેલ અને સહતાલુકા કાર્યવાહ શ્યામજીભાઈ પ્રજાપતિએ તાલુકાના કાર્યકર્તાઓનો સંપર્ક સાધી કાર્યક્રમને સફળ બનાવવા કામગીરી કરી હતી.

