અરવલ્લી જિલ્લાના ભિલોડા મુકામે અચલેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનું ૨૯મું ભવ્ય સ્નેહમિલન ઉત્સાહભેર યોજાયું હતું. સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર સહકારની ભાવના વધુ મજબૂત બને તેમજ નવી પેઢીને શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સભાના અધ્યક્ષસ્થાને મોહનભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય અતિથિ તરીકે મહાલક્ષ્મી ઓઈલ મીલના મનસુખભાઈ ભગત તથા વિશ્વ ઉમિયાધામ અરવલ્લી જિલ્લાના ચેરમેન જ્યોતિષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભિલોડા કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ હસમુખભાઈ સુરાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પ્રસંગે અધ્યક્ષ મોહનભાઈ નાકરાણીએ સમાજજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના સાથે સમાજના વિકાસમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. જ્યારે હસમુખભાઈએ સમાજને વધુ સંગઠિત, મજબૂત અને પ્રગતિશીલ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દરેક પરિવારને સાથે રાખીને સામૂહિક શક્તિથી સમાજના વિકાસને નવી દિશા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય અતિથિ મનસુખભાઈ ભગતે યુવા પેઢીને સંબોધતાં સફળ ઉદ્યોગસાહસિક બનવા માટે યોગ્ય દૃષ્ટિકોણ, આયોજન, સખત મહેનત, વ્યવસાયિક સમજણ અને પ્રામાણિકતાનું મહત્વ સમજાવ્યું હતું. યુવાનો પોતાની ક્ષમતા અને કૌશલ્યના આધારે વ્યવસાય ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. જ્યોતિષભાઈ પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે નિર્માણ પામી રહેલા ઉમિયા માતાજીના ભવ્ય મંદિર અંગે વિસ્તૃત માહિતી આપી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રકલ્પની વિશેષતાઓથી સૌને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સમાજના અભ્યાસ કરતા તેજસ્વી બાળકોને આપવામાં આવેલું ‘સરસ્વતી સન્માન’ રહ્યું હતું. શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરનાર બાળકોને સન્માનિત કરી અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પહેલ થકી સમાજમાં શિક્ષણનું મહત્વ અને નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન સત્યમ સુરાણી અને અંકુર છાભૈયાએ કર્યું હતું. આમ, અચલેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલું શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનું ૨૯મું સ્નેહમિલન સમાજની એકતા, શિક્ષણ, યુવા ઉદ્યોગસાહસિકતા અને ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યોના જતનના સંકલ્પ સાથે યાદગાર બની રહ્યું હતું.