અરવલ્લી જિલ્લાના ભીલોડા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ યુનિટ દ્વારા વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ભિલોડા તાલુકાના ભાણમેર ગામની સીમમાં ઝાઝરી બોર્ડરથી ભાણમેર તરફ આવતા માર્ગ પર કરવામાં આવેલી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અંદાજે 75 પેટીઓમાંથી કુલ 3,419 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 16,71,140 /-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિક (IPS) દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સ્ટેટ મોનીટરીંગ યુનિટની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સ્ટેટ મોનીટરીંગ યુનિટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સીસોદીયા ની ટીમે ભાણમેરની સીમમાં દરોડો પાડતાં રૂ. 6,51,140ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત એક વાહન, બે મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 16,71,140/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વલ્લભનગર તાલુકાના ચારગડીયા ગામના હિરાલાલ દાલચંદ લુહારને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે સુરેશ લચ્છીરામ જાટ, ભવરલાલ ખીમજી કલાલ, સુરેશ કલાલ, બાબુલાલ મીણા અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

