ભિલોડા તાલુકાના લીલછા ગામમાં પેઢી દર પેઢી ચાલી આવતી માટીકામની પરંપરાગત કળા આજે પણ જીવંત છે. દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ગામમાં માટીના કોડિયા બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
લીલછા ગામમાં પ્રજાપતિ સમાજના અંદાજે 150થી 200 પરિવારો પેઢી દર પેઢી માટીકામના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમાં દશેરા પર્વ પૂર્ણ થયા બાદ જ દિવાળીની તૈયારીઓનો પ્રારંભ થઈ જાય છે. દિવાળીના પર્વમાં દીપ પ્રગટાવવા માટે ઉપયોગમાં લેવાતા માટીના કોડિયા બનાવવા માટે પરિવારો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પરંપરાગત કાર્યમાં પરિવારના નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહપૂર્વક જોડાય છે. માટીને ગૂંદવી, તેને યોગ્ય આકાર આપવો અને ત્યારબાદ કોડિયાને તડકામાં સૂકવવા સહિતની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા કોડિયા તૈયાર કરવામાં આવે છે. પરિવારના સભ્યોની સામૂહિક મહેનતથી મોટી સંખ્યામાં કોડિયાનું ઉત્પાદન કરવામાં આવે છે.
લીલછા ગામમાં તૈયાર થતા માટીના કોડિયા ભિલોડા તાલુકા ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં વેચાણ માટે પહોંચાડવામાં આવે છે. ખાસ વાત એ છે કે એક કોડિયાની કિંમત માત્ર એક રૂપિયો રાખવામાં આવી છે, જેથી સામાન્ય પરિવાર પણ દિવાળીના પર્વમાં માટીના દીવા પ્રગટાવી શકે.
આમ, લીલછા ગામના પ્રજાપતિ પરિવારો પોતાની પરંપરાગત કળાને જાળવી રાખવાની સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે. આધુનિકતાના વધતા પ્રભાવ વચ્ચે માટીના કોડિયાની પરંપરા જાળવી રાખતા આ પરિવારો ભારતીય સંસ્કૃતિ અને દિવાળીના દીપોત્સવી પર્વની પરંપરાને જીવંત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.

