શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના પાવન પર્વ નવરાત્રિ નિમિત્તે ભિલોડાની આર.જી. બારોટ એજ્યુકેશન કેમ્પસ ખાતે નવલી નવરાત્રિના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કેમ્પસ ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. મા જગદંબાની આરાધના સાથે યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ નવરાત્રિ પર્વની પરંપરાને જીવંત રાખી હતી.

કેમ્પસમાં આવેલી વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા. ઢોલના તાલે અને ગરબાના મધુર સંગીતની સૂરાવલીઓ વચ્ચે વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. ભક્તિ, આનંદ અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા નું સુંદર પ્રદર્શન કર્યું હતું.આ પ્રસંગે આર.જી. બારોટ એજ્યુકેશન કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટ, ડાયરેક્ટર દેવાંગ બારોટ, મિતુલ બ્રહ્મભટ્ટ, શામળાજી વિષ્ણુ મંદિરના વાઇસ ચેરમેન તથા ભાજપના પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી,ભિલોડા પી.આઈ.એમ.આર.સંગાડા ,ર્ડા સુનિલ માહેશ્વરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર થયો હતો. નવરાત્રિ પર્વની ભક્તિમય ઉજવણી સાથે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાના મૂલ્યોનું જતન કરવાનો સુંદર સંદેશ પણ મળ્યો હતો.