અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આવેલી આર.જી. બારોટ કોલેજ કેમ્પસમાં મતદાર સુધારણા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાર યાદી અંગે જાગૃતિ લાવવાનો તેમજ મતદાર યાદીમાં નામની ચકાસણી, જરૂરી સુધારા અને મતદાર તરીકેની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.
કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પ્રાંત અધિકારી નેહા બ્યાડવાલ, ભિલોડાના મામલતદાર નરેન્દ્રસિંહ રાવ, આર.જી. બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટ તથા ડાયરેક્ટર દેવાંગ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે મતદાર યાદી સાથે સંકળાયેલી કામગીરી અને મતદાર સુધારણા પ્રક્રિયાના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું હોવું અને તેમાં દર્શાવેલી વિગતો સાચી હોવી જરૂરી છે. આથી નાગરિકોએ સમયસર પોતાની મતદાર વિગતોની ચકાસણી કરીને જરૂરિયાત મુજબ સુધારા કરાવવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જયેશભાઈ પટેલ, કોલેજના દિનેશભાઈ, ડૉ. ટી.કે. પરમાર સહિતના મહાનુભાવોએ પણ મતદાર જાગૃતિના મહત્વને ઉજાગર કર્યું હતું.
મતદાર સુધારણા જાગૃતિ અભિયાનના માધ્યમથી નાગરિકોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ પાત્ર નાગરિકો મતદાર યાદી સંબંધિત કામગીરીમાં સહભાગી બને તેવા આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

