ભિલોડા ખાતે જન સેવા સંઘ સંચાલિત માતુશ્રી એન. આર. એ. કન્યા વિદ્યાલયમાં શાળાના સેવકશ્રી બાલાભાઈ છગનભાઈ તરાર (બાલા કાકા)નો નિવૃત્તિ સન્માન સમારંભ ભાવભીના વાતાવરણમાં યોજાયો હતો. બાલા કાકાએ આ સંસ્થામાં સતત ૩૬ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી, શાળા પરિવારના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને શાળાની વિદ્યાર્થીનીઓની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ઇલાબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું હતું. સન્માનપત્રનું વાંચન પ્રિયંકાબેન ડામોરે કર્યું હતું. જન સેવા સંઘના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય સભ્ય નીતિનભાઈ સહિતના મહાનુભાવોએ બાલા કાકાનું શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કર્યું હતું.શાળા પરિવાર તરફથી પણ બાલા કાકા અને તેમના પરિવારનું શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષિકા પારૂલબેન પરમાર દ્વારા લાગણી સભર શબ્દોમાં બાલા કાકાની સેવાઓને બિરદાવી હતી. જન સેવા સંઘના પ્રમુખ પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. અંતમાં બાલા કાકાએ સંસ્થા સાથેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક કૌશિકભાઈ પટેલે કર્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે બાલા કાકાની ૩૬ વર્ષની સેવાઓ ને બિરદાવી તેમના નિવૃત્ત જીવન માટે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભકામનાઓ પાઠવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કૌશિક સોની અરવલ્લી

