ભિલોડા ખાતે આવેલી એન.આર.એ. વિદ્યાલયમાં વયનિવૃત્ત થતા શિક્ષકો અને કર્મચારીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સેવાઓને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જનસેવા સંઘના પ્રમુખ ગીરીશભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ ત્રિવેદી તથા શાળાના આચાર્ય ડી.બી. ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત થતા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓની સરાહના કરી હતી. કાર્યક્રમ દરમિયાન લાગણીસભર વાતાવરણ સર્જાયું હતું. શાળા પરિવારના સભ્યોએ નિવૃત્ત કર્મચારીઓના સુખી અને સ્વસ્થ ભવિષ્યની કામના કરી હતી.