ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિભાવ અને ઉત્સાહભેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય ફાધર નિક્સન, સિસ્ટર સીસીલિયા સહિત શાળાના કર્મચારીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા.

નવરાત્રીના પાવન પર્વે સમગ્ર શાળાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માતાજીની આરાધના સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષા અને ગરબાના તાલે સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભક્તિ, આનંદ અને એકતાના માહોલ વચ્ચે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવે શાળાના પરિવારજનો માં ઉત્સાહનો સંચાર કર્યો હતો.