અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ક્રિકેટપ્રેમી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે અને ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુથી ધનસોર ગામે સ્વ. બાબુભાઈની યાદમાં ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કુલ 48 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની રોમાંચક ફાઇનલ મેચમાં ચુનાખણની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો, જ્યારે વિજયનગર તાલુકાના કથરોટી ગામની ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને રૂ. 25,501નું રોકડ ઇનામ અને રનર્સઅપ ટીમને રૂ. 11,000નું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.

જાહેરાતAdvertisement

ફાઇનલ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રસિકાબેન ખરાડી, કિસાન મોરચાના પ્રદેશ મંત્રી રાજુભાઈ નિનામા, બાવળિયાના સરપંચ સોફિયાબેન અશોકભાઈ, પૂર્વ સરપંચ અરીકભાઈ ધનસોર, સરપંચ સંદીપભાઈ ભાણમેર અને સરપંચ વિક્રમભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધનસોર ગામના વડીલો, ખેલાડીઓ તથા આજુબાજુનાં ગામોના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટનું સફળ આયોજન ધનસોરના નરેશભાઈ બરંડા અને રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.