અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોલવાણી ગામ નજીક બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા તાલુકાના ધોલવાણી ગામ નજીક રાત્રિના સમયે બે બાઈક વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને બાઈક પર સવાર લોકો અકસ્માતની ઝપેટમાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કુલ છ લોકો અસરગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયાં હોવાની માહિતી મળી રહી છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા

જાહેરાતAdvertisement

અકસ્માની ઘટના બનતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમને ભિલોડાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે બચાવ અને મદદની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.