ડિજિટલ ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને બદલાતી વૈશ્વિક જરૂરિયાતોના યુગમાં શિક્ષણને વધુ સુલભ, લવચીક અને સર્વસમાવેશક બનાવવું સમયની માંગ છે. આ દિશામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ‘રિઇમેજિનિંગ ઓપન એન્ડ ડિજિટલ લર્નિંગ: ટેક્નોલોજી, ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝન ફોર ધ નેક્સ્ટ જનરેશન’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનમાં કોમનવેલ્થ ઑફ લર્નિંગ, વાનકુવર, કેનેડાના પ્રેસિડેન્ટના સ્પેશિયલ એડવાઇઝર ડૉ. વેંકટરામન બાલાજીએ ઓપન અને ડિજિટલ શિક્ષણના બદલાતા સ્વરૂપ, આજીવન શિક્ષણ, કૌશલ્યવિકાસ, ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ અને સર્વસમાવેશક શૈક્ષણિક વ્યવસ્થાના નિર્માણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કાર્યક્રમમાં યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય, મુખ્ય વક્તા ડૉ. વેંકટરામન બાલાજી અને એકેડેમિક નિયામક ડૉ. મહેશપ્રસાદ ત્રિવેદી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ઓપન યુનિવર્સિટીની શિક્ષણ વ્યવસ્થા સર્વસમાવેશક હોવી જોઈએ. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં રેન્કિંગ, એક્રેડિટેશન અને ગુણવત્તાના નવા માપદંડોનું મહત્ત્વ વધી રહ્યું છે. પરંપરાગત યુનિવર્સિટીઓ પણ ઓપન, ડિસ્ટન્સ અને ઑનલાઇન શિક્ષણ તરફ આગળ વધી રહી છે, ત્યારે ઓપન યુનિવર્સિટીઓએ પોતાની વિશિષ્ટતાઓને વધુ મજબૂત બનાવવાની સાથે નવીનતા અપનાવવી જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની ચર્ચા મુખ્યત્વે અંતરશિક્ષણ પૂરતી મર્યાદિત હતી, પરંતુ ડિજિટલ લર્નિંગ અને ઑનલાઇન શિક્ષણે શિક્ષણક્ષેત્રે નવી શક્યતાઓ ઊભી કરી છે. આ પરિવર્તનના સમયગાળામાં શૈક્ષણિક ગુણવત્તા અને કૌશલ્યવિકાસ પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે.

મુખ્ય વક્તા ડૉ. વેંકટરામન બાલાજીએ યુવાનોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવા ક્ષમતાનિર્માણ અને આજીવન શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન અને વૈશ્વિક અસ્થિરતા જેવી પરિસ્થિતિઓમાં યુવા પેઢીને સક્ષમ બનાવવા ગ્રીન અને બ્લુ સ્કિલ્સ સહિતનાં નવાં કૌશલ્યો વિકસાવવાં જરૂરી છે. શિક્ષણ માત્ર જીવનના એક તબક્કા સુધી સીમિત ન રહેતાં વ્યક્તિની બદલાતી જરૂરિયાતો અનુસાર પુનઃશિક્ષણ અને કૌશલ્યવર્ધનની સતત તકો પૂરી પાડે તે જરૂરી છે.

જાહેરાતAdvertisement

ડૉ. બાલાજીએ ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ શકે તેવી ‘ફ્રૂગલ AI’ ટેક્નોલોજી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટ અને આધુનિક ડિજિટલ સાધનો ઉપલબ્ધ હોય એવું માની શકાય નહીં. ખાસ કરીને છેવાડાના વિસ્તારો અને મર્યાદિત ડિજિટલ સુવિધા ધરાવતા સમુદાયો સુધી શિક્ષણ પહોંચાડવા ઓછા ખર્ચે વિકસાવી શકાય તેવી ટેક્નોલોજી અને ઑફલાઇન કાર્ય કરી શકે તેવા શૈક્ષણિક ઉકેલો પર ધ્યાન આપવું જોઈએ. આવા પ્રયાસો ડિજિટલ અંતર ઘટાડવા અને શિક્ષણને વધુ સર્વસમાવેશક બનાવવા માટે ઉપયોગી બની શકે છે.

કૃત્રિમ બુદ્ધિમત્તાના વધતા પ્રભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજીના વિકાસ સાથે મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિઓમાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે. વિદ્યાર્થીઓની સમજ, સર્જનાત્મકતા અને વાસ્તવિક જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવીન પદ્ધતિઓ અપનાવવી પડશે. જોકે, ટેક્નોલોજીનો ઉપયોગ વધે તેમ છતાં શિક્ષકની ભૂમિકા, માર્ગદર્શન અને દેખરેખ શિક્ષણપ્રક્રિયાના કેન્દ્રમાં રહેવા જોઈએ. ટેક્નોલોજી શિક્ષકનું સ્થાન લેવાને બદલે શિક્ષણને વધુ અસરકારક બનાવવાનું સાધન બનવી જોઈએ.

આ ઉપરાંત, ડૉ. બાલાજીએ માઇક્રો-ક્રેડેન્શિયલ્સ જેવી લવચીક શૈક્ષણિક વ્યવસ્થાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું. આવી વ્યવસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ નવાં કૌશલ્યો પ્રાપ્ત કરી શકે છે. તેનાથી સતત કૌશલ્યવિકાસ, શિક્ષણ સાથે પુનઃજોડાણ અને બદલાતી રોજગારલક્ષી જરૂરિયાતોને અનુરૂપ જ્ઞાન પ્રાપ્ત કરવાની તકો વિસ્તરી શકે છે.

વ્યાખ્યાન બાદ યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિત શ્રોતાઓએ શિક્ષણ અને ટેક્નોલોજી સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ડૉ. વેંકટરામન બાલાજીએ તેમના પ્રશ્નોના મુદ્દાસર જવાબો આપીને શ્રોતાઓ સાથે વિચારસભર સંવાદ સાધ્યો હતો.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના નિયામકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં ડૉ. રીમા ઉપાધ્યાય અને ડૉ. આદિત્ય જોષીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ વિશેષ વ્યાખ્યાન દ્વારા ડિજિટલ યુગમાં શિક્ષણને વધુ સુલભ, ગુણવત્તાસભર અને સર્વસમાવેશક બનાવવા તેમજ આજીવન કૌશલ્યવિકાસને પ્રોત્સાહન આપવા અંગે મહત્ત્વપૂર્ણ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.