વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરતી ‘યુવા સંગમ ફેઝ–7’ પહેલ અંતર્ગત ચંદીગઢથી આવેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
‘યુવા સંગમ પહેલ' નો મુખ્ય ઉદ્દેશ દેશનાં વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન, પરસ્પર સંવાદ, રાષ્ટ્રીય એકતા અને ભાવનાત્મક એકાત્મતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ યુવાઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના મજબૂત કરવા, વિવિધ રાજ્યોની સંસ્કૃતિ સમજવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. તેમણે યુવાનોને જીવનમાં નશામુક્તિ, શિક્ષણ, સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા અને દેશની એકતા, સંસ્કૃતિ તથા પ્રગતિ માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવા અપીલ કરી હતી.
રાજ્યપાલશ્રીએ યુવા સંગમના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં યોગદાન આપવા અને દેશની એકતાને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલશ્રી સાથે સંવાદ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વિચારો અને અનુભવો વ્યક્ત કરવાની તક મળી હતી. અમૃતસરની વિદ્યાર્થીની જસ્મીન કૌરે પોતાના ગામના ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ છોડીને પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવે તે માટે રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘યુવા સંગમ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 50 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ પણ 22થી 29 ઑક્ટોબર, 2026 દરમિયાન પંજાબના પ્રવાસે જશે. આ આદાનપ્રદાનથી ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓને એકબીજાની સંસ્કૃતિ, પરંપરા, વિકાસ અને તકનીકી પ્રગતિને સમજવાની તક મળશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના સચિવશ્રી મેહુલ દવે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્ય, કુલસચિવ પ્રો. એચ. બી. પટેલ, તેમજ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના અધિકારીઓ યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

