કુશ્કી ગામની એમ.કે. પ્રજાપતિ હાઈસ્કૂલ ખાતે શાળાના આચાર્ય શિવરાજસિંહ પઢીયાર સહિત વિવિધ સંવર્ગના કર્મચારીઓ વયનિવૃત્ત થતાં તેમના માનમાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો. શાળા કેમ્પસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના દાતા સુરેશભાઈ પ્રજાપતિ,ભિલોડા એ.પી.એમ.સી.ના ચેરમેન હિતેન્દ્રસિંહ સીસોદીયા, ભાજપના પૂર્વ સંગઠનમંત્રી પ્રભુદાસ પટેલ, નિયોન ગેસના માલિક જયંતીભાઈ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ .જયેશભાઇ પટેલ ,ગીરીશભાઈ પટેલ,ગુલાબચંદ પટેલ,કીર્તિકુમાર બારોટ ,જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ ,આચાર્ય સંઘના પ્રમુખ પંકજભાઈ પટેલ, સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ,તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશભાઇ વિસાત,રાજુભાઇ નિનામાં, સહિત મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થનાર પાંચેય કર્મચારીઓએ વર્ષો સુધી શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે આપેલી નિષ્ઠાપૂર્વક ની સેવાઓને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. શાળાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમના યોગદાનને યાદ કરી સૌએ તેમના કાર્યકાળની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નિવૃત્ત કર્મચારીઓનું શાલ ઓઢાડી, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ રણવીરસિંહ ડાભી, મંત્રી નાથાભાઈ પ્રજાપતિ સહિત ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.