ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા વિભાગ, ગાંધીનગર તથા સર્વ શિક્ષા અભિયાનના સંયુક્ત સહયોગથી ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ભાટ ગામ ખાતે શાળા બહારની દીકરીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળા બહારની દીકરીઓ તથા તેમના પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને માર્ગદર્શકો દ્વારા દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવીને ફરીથી શાળામાં પ્રવેશ મેળવી પોતાનું અભ્યાસ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે જ, દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવારના સભ્યોને પણ તેમની શિક્ષા-દીક્ષાને પ્રાથમિકતા આપવા ખાસ અપીલ કરવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

અભ્યાસની સાથે કૌશલ્ય વર્ધનના ભાગરૂપે જે દીકરીઓ લાઇફ સ્કિલ્સ તાલીમ મેળવવા ઇચ્છુક હોય અથવા આઇ.ટી.આઇ.ના વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો કરવા ઇચ્છતી હોય, તેમને ઉપલબ્ધ તાલીમો અને વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે દીકરીઓ શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ મેળવીને આત્મનિર્ભર બને તે માટે ખાસ પ્રેરિત કરાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન શાળા છોડી ચૂકેલી દીકરીઓને પુનઃ શાળાપ્રવેશ અપાવવા માટે જરૂરી તમામ માર્ગદર્શન અને સરકારી સહકાર પૂરો પાડવા અંગે ખાતરી આપવામાં આવી હતી. દીકરીઓનું શિક્ષણ અધૂરું ન રહે અને તેઓ સ્વાવલંબી અને સશક્ત બને તે હેતુથી સંબંધિત તમામ વિભાગો દ્વારા સંકલિત પ્રયાસો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.