ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા તેની કેમિકલ કમિટીના માધ્યમથી સોમવાર, નવેમ્બર 23, 2026ના રોજ GCCI પરિસર, અમદાવાદ ખાતે “ISM 2.0 & Gujarat Incentives – Powering the Chemical Industry into Semiconductors” વિષય પર એક વિશેષ સેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેશન નો હેતુ કેમિકલ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગો વચ્ચે વધતા સમન્વયને ઉજાગર કરવાનો તેમજ ગુજરાતના કેમિકલ ઉત્પાદકો માટે ભારતની વિસ્તરતી સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનો અભિન્ન હિસ્સો બનવાની તકોની શોધ કરવાનો હતો.

જાહેરાતAdvertisement

કાર્યક્રમની શરૂઆત GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જિગિશ દોશીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે ભારતના સેમિકન્ડક્ટર મિશનના મહત્ત્વ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં કેમિકલ ઉદ્યોગની પૂરક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

તેમના વિષયલક્ષી સંબોધનમાં GCCIની કેમિકલ કમિટીના ચેરમેન શ્રી મુંજાલ જયકૃષ્ણએ સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઔદ્યોગિક વાયુઓ, સોલ્વન્ટ્સ, પોલિમર્સ અને પ્રોસેસ એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતની ક્ષમતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યના કેમિકલ ઉદ્યોગ માટે સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે જરૂરી ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઇલેક્ટ્રોનિક-ગ્રેડ સામગ્રી તરફ આગળ વધવાની તકોને ઉજાગર કરી હતી અને ઉદ્યોગોને ટેક્નોલોજી ભાગીદારી, સંયુક્ત સાહસો (Joint Ventures) તથા સંશોધન અને વિકાસ (R&D)ની તકો શોધવા પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્ય સંબોધન દિપક નાઇટ્રાઇટ લિમિટેડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી મેઘવ મહેતા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને આ ઉભરતા ક્ષેત્રમાં રાસાયણિક ઉદ્યોગો દ્વારા પ્રદાન કરી શકાય તેવા યોગદાન અંગે ઉદ્યોગલક્ષી મૂલ્યવાન દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. તેમણે સેમિકન્ડક્ટર ઉત્પાદનની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશિષ્ટ રાસાયણિક ક્ષમતાઓ વિકસાવવા અને ઉદ્યોગને તૈયાર કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

Government Incentives and Tax advisory વિષય પરના ટેક્નિકલ સેશન માં નિષ્ણાતો શ્રી મોહમ્મદ પૂનાવાલા, શ્રી પંકજ સુરાના અને શ્રી પિયુષ સંચેતી દ્વારા સહભાગીઓને સંબોધવામાં આવ્યા હતા. તેમણે સરકારી પ્રોત્સાહનો અને કરવેરા સલાહ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં તકો શોધી રહેલા ઉદ્યોગો માટે ઉપલબ્ધ નીતિ માળખા અને નાણાકીય સહાય અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં સહભાગીઓને વક્તાઓ સાથે સીધો સંવાદ સાધવાની તેમજ ઉભરતી તકો અને પ્રોત્સાહનો અંગે સ્પષ્ટતા મેળવવાની તક મળી હતી.

સેશન નું સમાપન GCCIના માનદ્ મંત્રી શ્રી નવરોઝ તરાપોરેના આભારવિધિ પ્રવચન સાથે થયું હતું. તેમણે વક્તાઓ, સહભાગીઓ અને GCCIના ઔદ્યોગિક ભાગીદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પહેલ દ્વારા GCCIએ ઉદ્યોગોમાં જાગૃતિ ફેલાવવા, વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા અને નવી વ્યાપારી તકોને આગળ વધારવા માટેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સત્રમાં ગુજરાત સેમિકન્ડક્ટર-ગ્રેડ કેમિકલ્સ અને અદ્યતન સામગ્રીના એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવવાની સંભાવનાઓને ઉજાગર કરવામાં આવી હતી, જે ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોમાં રાજ્યના યોગદાનને વધુ મજબૂત બનાવશે