GCCIની બેન્કિંગ અને ફાઇનાન્સ સમિતિએ, GCCIની MSME સમિતિના સહયોગથી, તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ 'SBI BRE (બિઝનેસ રૂલ એન્જિન) યોજના – વ્યાજબી સમયમર્યાદામાં કોલેટરલ-ફ્રી ધિરાણ' અંગે એક સત્રનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (LHO, ગાંધીનગર)ના જનરલ મેનેજર (નેટવર્ક-૧) શ્રી વિજય કુમાર અને DGM (SME) શ્રી દીપક સિંહ ચંદેલ વિશેષ વક્તાઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સહભાગીઓનું સ્વાગત કરતા GCCIના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે વિવિધ વ્યવસાય માટે પર્યાપ્ત ધિરાણ સુવિધા એ એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે. SBI BRE યોજના વિશે વાત કરતા તેમણે આ યોજનાની મુખ્ય વિશેષતાઓ - "કોલેટરલ-ફ્રી" અને "વ્યાજબી સમયમર્યાદા" પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે GM શ્રી વિજય કુમાર અને DGM શ્રી દીપક સિંહ ચંદેલ નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને વેપાર-ઉદ્યોગને નાણાકીય સહાય પૂરી પાડવામાં SBIની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.
GCCIની બેન્કિંગ અને ફાઇનાન્સ સમિતિના અધ્યક્ષ CA શ્રી સુરેન્દ્ર શાહે ઉપસ્થિત વક્તાશ્રીઓનો પરિચય કરાવ્યો હતો.
તેઓના થીમ એડ્રેસ માં GM શ્રી વિજય કુમારે સમગ્ર દેશમાં SBIના વ્યાપક નેટવર્ક વિશે માહિતી આપી હતી. તેમણે ૪૮ કરોડથી વધુ ગ્રાહકો, ૨૦ લાખથી વધુ SME લોન ખાતાઓ અને સમગ્ર ભારતમાં ૨૨,૪૦૫ શાખાઓ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે SME માટે SBIની ડિજિટલ સક્ષમ વિશેષ સેવાઓ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે SBI પાસે બેન્કિંગની દરેક જરૂરિયાત માટે ઉકેલો ઉપલબ્ધ છે. તેમણે "કોન્ટેક્ટ-લેસ લેન્ડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા મશીન લર્નિંગ ના વ્યાપક ઉપયોગ જેવી વિશેષતાઓ પર ભાર મૂક્યો હતો. સાથે જ, તેમણે MSME માટે ઝડપી, સ્માર્ટ અને સરળ ધિરાણ પ્રક્રિયા પૂરી પાડતા ડિજિટલ પ્લેટફોર્મ તરીકે SBI BREની મુખ્ય લાક્ષણિકતાઓ પણ રજૂ કરી હતી.
પોતાના સંબોધનમાં DGM શ્રી દીપક સિંહ ચંદેલે જણાવ્યું હતું કે SBI BRE એ SME લોન ની પ્રક્રિયા માટેનું "ટેકનોલોજી-આધારિત ડિજિટલ પ્લેટફોર્મ" અને "ક્રેડિટ રિસ્ક મોડલ" છે. તે ડેટા, એનાલિટિક્સ અને પૂર્વનિર્ધારિત વ્યવસાયિક નિયમોનો ઉપયોગ કરીને ક્રેડિટ મૂલ્યાંકનની પ્રક્રિયાને સ્વચાલિત અને ઝડપી બનાવે છે, જેનાથી ધિરાણ પ્રક્રિયા વધુ ઝડપી, નિષ્પક્ષ અને કાર્યક્ષમ બને છે. તેમણે માહિતી આપી હતી કે માત્ર ગુજરાત રાજ્યમાં જ રૂ. ૫૦ લાખથી રૂ. ૫ કરોડની શ્રેણીમાં કુલ રૂ. ૧૫૪૮ કરોડના મૂલ્યના ૮૪૭ પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા હતા. ₹10 લાખથી ₹50 લાખની શ્રેણીમાં, કુલ ₹513 કરોડના મૂલ્યના 1,882 પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેમણે BRE હેઠળ ઉપલબ્ધ ઉત્પાદનોની શ્રેણી વિશે પણ વિગતવાર માહિતી આપી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ સંવાદ સત્ર દરમિયાન સભ્યોને પ્રશ્નો પૂછવાની અને વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટતા મેળવવાની તક મળી હતી.
GCCI MSME સમિતિના અધ્યક્ષ શ્રી સચિન પટેલ દ્વારા આભાર વિધિ બાદ સત્ર નું સમાપન થયું હતું.

