વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ નિમિત્તે (18થી 24 નવેમ્બર) અમદાવાદ જિલ્લામાં “GO BLUE” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના વધતા જોખમ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને એન્ટિબાયોટિક્સના જવાબદારીપૂર્વક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે તબીબો, નર્સિંગ સ્ટાફ, આરોગ્યકર્મીઓ અને અન્ય સહભાગીઓએ વાદળી રંગનાં વસ્ત્રો પહેરી AMR સામેની લડાઈમાં એકતા અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અભિયાન દરમિયાન એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ ટાળવો, ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લેવી, નિર્ધારિત સારવારનું પાલન કરવું તથા હાથની સ્વચ્છતા અને ચેપ નિયંત્રણના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જાહેરાતAdvertisement

આ અભિયાન દ્વારા સમાજના દરેક નાગરિકને AMR સામેની લડાઈમાં સહભાગી બનવા અને એન્ટિબાયોટિક્સની અસરકારકતા જાળવવા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

“GO BLUE – જાગૃત બનો, એન્ટિબાયોટિક્સનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને AMR સામે લડતમાં સહભાગી બનો.”