ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી માનસ રંજન પાઠકની પ્રેરણા અને માર્ગદર્શન થકી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા થલતેજ શાળા નં. ૨ ખાતે આજે સિગ્નલ સ્કૂલના ૧૮૨ વિદ્યાર્થીઓને દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે રંગોળીના કલર, માટીના દીવડા, મીઠાઈ અને બાળકોને ભાવે તેવા વિવિધ ફરસાણના ગિફ્ટ પેકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી હેતલ પવાર દ્વારા સિગ્નલ સ્કૂલના બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો. બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી અને શિક્ષણ થકી જ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે તેથી આજે જ્યારે સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓના માતા-પિતા યાતનાઓ સહન કરીને પણ આજે શિક્ષણ માટે મોકલી રહ્યા છે ત્યારે આપણે આ બાળકોને ઉત્તમ નાગરિક બનાવવા પ્રયત્ન શીલ રહીશું.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
તેઓશ્રીએ વધુમાં ઉમેર્યું કે સરકારની યોજનાઓનો આ બાળકોને વધુમાં વધુ લાભ મળે તે માટે આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી સહયોગ આપવાની ખાત્રી આપી અને આગામી સમયમાં બાળકોમાં સર્જનાત્મકતા અને આંતરસૂજ વિકસે તે પ્રકારના કાર્યક્રમો ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજવામાં આવશે તેમણે ઉમેર્યું કે આજે અમદાવાદ ખાતે ચાલતી સિગ્નલ સ્કૂલ રાજ્યના વિવિધ જિલ્લા, રાજય અને દેશ માટે સીમા ચિન્હ રૂપ બની છે ત્યારે આપણે સૌ સાથે મળી આ સેવાકીય કાર્યોના સાક્ષીભાવ બનીએ.
સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી હેતલ પવાર, જોઈન્ટ સેક્રેટરી શ્રી આરતી વ્યાસ, પ્રોજેક્ટ ઓફિસરશ્રી એમ એ પીપરાણી અને મંથન બી. પુરોહિત, શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઈ, સિગ્નલ સ્કૂલના અધિકારીઓ, શિક્ષકો અને સહાયકો હાજર રહ્યા હતા.

