હરસોલ ગામે મહાદેવ વાળી ફળી ખાતે હરસોલ બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા ભવ્ય સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા પ્રમુખ ગૌરવ ઉમેશકુમાર જોષી, ઉપપ્રમુખ રાવલ નિકુલ જગદીશભાઈ, સંકલનકર્તા રાવલ અમન નલીનભાઈ, મંત્રી રાવલ મૌલિક કમલેશભાઈ સહિત કારોબારી સભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજનાં નાનાં બાળકોને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ ભક્તિમય માહોલમાં રાસ-ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી અને ભગવાન રામેશ્વરદાદા ની આરતી ઉતારી સૌએ ધન્યતા અનુભવી હતી.આ સ્નેહમિલનના પ્રસંગે સમાજમાં એકતા, ભાઈ ચારો અને સંગઠનની ભાવના ને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અંતે ભોજન સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન જીગ્નેશ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.