સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી શ્રી એસ.એસ. મહેતા આર્ટ્સ અને એમ.એમ. પટેલ કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કુલ 411 રજિસ્ટ્રેશન નોંધાયાં હતાં, જ્યારે 378 સંશોધન પત્રો 13 વોલ્યુમમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સેમિનારમાં દેશ-વિદેશના નિષ્ણાતોએ ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી ભાગ લીધો હતો.

વી.ઓ.:

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

હિંમતનગરની શ્રી એસ.એસ. મહેતા આર્ટ્સ અને એમ.એમ. પટેલ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સેમિનારનો મુખ્ય હેતુ સંશોધનને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક ક્ષેત્રે જ્ઞાનની આપ-લે કરવાનો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રસંગોચિત ઉદબોધન કરીને સંશોધન અને ઉચ્ચ શિક્ષણના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

કેળવણી મંડળના મંત્રીશ્રી જીતેન્દ્રકુમાર એન. પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. જ્યારે કોલેજના આચાર્ય ડૉ. રાકેશ એન. જોશીએ શાબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમના હેતુઓ અને મહત્વ વિશે માહિતી આપી હતી.

સેમિનારમાં જર્મનીનાં મનોવિજ્ઞાન નિષ્ણાત ઇવા બાનેર વિડ્સનું ઓનલાઇન વ્યાખ્યાન યોજાયું હતું. આ ઉપરાંત બિલાસપુરના વાઇસ ચાન્સેલર ડૉ. આલોક ચક્રવાલ તેમજ ડૉ. નિલેશ ગજ્જરનાં ઓનલાઇન વ્યાખ્યાનો પણ યોજાયાં હતાં.

જાહેરાતAdvertisement

ભોજન વિરામ બાદ યોજાયેલા ટેકનિકલ સેશનમાં સંશોધકોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. સેમિનારના બીજા દિવસે પણ ઓનલાઇન માધ્યમથી સંશોધન પત્રોની રજૂઆત કરવામાં આવી હતી.

આ આંતરરાષ્ટ્રીય સેમિનારને સફળ બનાવવા સેમિનાર કમિટીના ડૉ. બિનસી બોસ, ડૉ. એ.કે. પટેલ, ડૉ. તુષારભાઈ બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ, ડૉ. સી.એન. પીઠડિયા, ડૉ. શાશ્વત દોશી, ડૉ. પ્રદીપ મહીડા, ડૉ. સ્વીટીબેન સહિત સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

આમ, હિંમતનગરની આ કોલેજમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સેમિનાર દ્વારા સંશોધન, શૈક્ષણિક સંવાદ અને જ્ઞાનની આપ-લેને પ્રોત્સાહન મળ્યું હતું.