આજ રોજ સ્વદેશી જાગરણ મંચ સાબરકાંઠા તથા હિંમતનગર નગરપાલિકા ના સંયુક્ત પ્રયાસ થી " *સ્વદેશી મેળો - 2026* " નું ભવ્ય આયોજન કરવામાં આવું. આ સ્વદેશી મેળા ના ઉદ્ઘાટન સમારોહમાં સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રદેશ સંયોજક શ્રી હસમુખભાઈ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ, હિંમતનગર નગરપાલિકા ના પ્રમુખ શ્રી અરુણાબેન કડિયા , ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ , કારોબારી ચેરમેન રાહુલભાઈ પટેલ , ચીફ ઓફિસર ભુપેન્દ્રભાઈ ગઢવી સાહેબ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી સાબરકાંઠા જિલ્લા ના જિલ્લા સંઘચાલકજી શ્રી દેવુસિંહ મુળસિંહ ઝાલા

અને સંઘના પદાધિકારીઓ શ્રી પરિમલભાઈ પંડિત જયેશભાઈ પટેલ ભદ્રેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતાઆ સ્વદેશી મેળા ને સફળ બનાવવા સ્વદેશી જાગરણ મંચ ના વિભાગ સંયોજક શ્રી ધીમંત ભાઈ ભટ્ટ તેમજ સ્વદેશી જાગરણ મંચ સાબરકાંઠા ના દાયિત્વવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

જાહેરાતAdvertisement

આ પ્રસંગે પ્રાંત સંયોજક સ્વદેશી જાગરણ મંચ એ પોતાના પ્રવચનમાં કહ્યું કે દરેકે જાગરણ કરવું પડશે તો સ્વદેશી વસ્તુઓ બનાવીને રાષ્ટ્રને મજબૂત બનાવી શકીશું

આ સ્વદેશી મેળો 30 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધી રહેશે. જેમાં કુલ 50 સ્ટોલ ની સહભાગીતા છે..