આજના આધુનિક ડિજિટલ યુગમાં ઓનલાઈન વ્યવહારોની સાથે સાયબર ગુનાઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. સાયબર ઠગો દ્વારા સામાન્ય નાગરિકોને અલગ-અલગ પ્રકારે છેતરી તેમની મહેનતની કમાણી પડાવી લેવાના બનાવો સામે આવી રહ્યા છે.

આવા જ એક બનાવમાં બે અલગ-અલગ સાયબર ફ્રોડની ઘટનાઓમાં કુલ ₹1,99,999.80 (અંકે રૂપિયા એક લાખ નવ્વાણું હાજર નાવસો નવ્વાણું અને એંસી પૈસા પુરા ) ગુમાવ્યા હતા. આર્થિક નુકસાન અને માનસિક ચિંતાની પરિસ્થિતિ વચ્ચે હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રવિભાઈ પ્રજાપતિ, આઈ. ટી. એક્સપર્ટ શ્રી ઉત્તમભાઈ પટેલ તથા એ ડીવીજન પોલીસ સ્ટેશન પી. આઈ. શ્રી કે. વાય.વ્યાસ સાહેબ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જાહેરાતAdvertisement

હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ વિભાગ દ્વારા આ ફરિયાદને ગંભીરતાથી લઈને જરૂરી તપાસ, ટેકનિકલ પ્રક્રિયા અને સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગની સમયસરની કાર્યવાહી અને અસરકારક કામગીરીના પરિણામે બંને સાયબર ફ્રોડમાં ગુમાવેલી કુલ ₹2 લાખ જેટલી માતબર રકમ સંપૂર્ણ પરત મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

આ રકમ સંપૂર્ણ પરત મળતાં મોટી આર્થિક રાહતની સાથે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થયો છે.

આ પ્રસંગે હિંમતનગર સાબરકાંઠા એસ. પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ તથા સાયબર ક્રાઇમ પોલીસના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પોલીસ વિભાગની કર્તવ્યનિષ્ઠા, ટેકનિકલ કુશળતા, જવાબદારી અને નાગરિકોની મદદ માટેનો સેવાભાવ ખરેખર અભિનંદનને પાત્ર છે.

પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નહીં, પરંતુ મુશ્કેલીના સમયે નાગરિકોની પડખે ઊભા રહી તેમનો વિશ્વાસ જાળવવાનું પણ કાર્ય કરે છે. હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસની આ કામગીરી તેનું ઉત્તમ ઉદાહરણ છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

હું રાકેશ પટેલ(પ્રભારી હિંમતનગર તાલુકા સંગઠન ), હિતેન્દ્રભાઈ પટેલ (પ્રમુખશ્રી હિંમતનગર તાલુકા સંગઠન ), મહામંત્રીશ્રી ભગીરથસિંહ ઝાલા, કુલદીપભાઈ પાઠક, (પ્રમુખશ્રી,હિંમતનગર શહેર સંગઠન), મહામંત્રીશ્રી પરીક્ષિતભાઈ વખારિયા તથા રાહુલભાઈ ભટ્ટ... સૌ આપના માધ્યમ થી નાગરિકોને ખાસ અપીલ કરીયે છીએ કે આપ જો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોય તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરો અથવા સત્તાવાર સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.

સાયબર સુરક્ષા એ સૌની જવાબદારી છે. જાગૃત બનો, સાવચેત રહો અને ડિજિટલ છેતરપિંડીથી સુરક્ષિત રહો.

હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક આભાર.