ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ગુજરાત રાજ્ય તથા જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરી, સાબરકાંઠા અને એમ.ડી. પટેલ લો કોલેજ, વિદ્યાનગરી સંકુલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાનગરી કેમ્પસના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના ઉદ્ઘાટક અને અધ્યક્ષસ્થાને સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ માનનીય શ્રી એમ.પી. પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શ્રીમતી શોભનાબેન એમ. બારૈયા, સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. લલિત નારાયણસિંહ સાંધુ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત અને પરિચય કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા અન્ય લોકોએ ભારતીય બંધારણના આમુખનું સામૂહિક વાંચન કર્યું હતું. સાથે જ બંધારણ અંગેની માહિતી દર્શાવતી ડોક્યુમેન્ટરીનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એમ.ડી. પટેલ લો કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવા ત્રણ ફોજદારી કાયદાઓ અંગેની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં બંધારણના મહત્વ, ન્યાય વ્યવસ્થા અને નાગરિકોના બંધારણીય અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓની જિજ્ઞાસાઓનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા સરકારી વકીલ હિરેન ત્રિવેદી એ બંધારણ ની જુદી જુદી કલમો અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી

કાર્યક્રમના અંતે આભારવિધિ અને રાષ્ટ્રગાન સાથે સંવિધાન દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા બંધારણના મૂલ્યો, ન્યાય, સમાનતા અને નાગરિકોની ફરજો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.