વિશ્વ હિન્દુ પરિષદ, હિંમતનગર જિલ્લા દ્વારા આયોજિત સામાજિક સમરસતા આયામ અંતર્ગત મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્તે સામાજિક સમરસતા ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કેનાલ ફ્રન્ટ ગાર્ડન, મહાવીરનગર ખાતે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહર્ષિ વાલ્મિકીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વક્તાઓએ મહર્ષિ વાલ્મિકીના જીવન, રામાયણનું મહત્વ અને સામાજિક સમરસતાના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.આ પ્રસંગે વક્તાઓએ મહર્ષિ વાલ્મિકીના જીવન ચરિત્ર અને સમાજમાં સમરસતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે રોકડિયા હનુમાનજી મંદિરના શ્રી નટવર ગીરી મહારાજ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ જોશી ગુજરાત પ્રાંતના ઉત્તર ગુજરાત મંત્રી શ્રી નલીનભાઈ પટેલ ગુજરાત પ્રાંતના કુટુંબ પ્રબોધન સહસંયોજક શ્રી પરિમલભાઈ પંડિત હિંમતનગર નગરપાલિકાના પ્રમુખશ્રીઅરૂણા બેન કડિયા ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ નગરપાલિકાના કોર્પોરેટર વાલ્મિકી સમાજમાંથી બહેનો તથા ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ વર્ષે વાલ્મિકી જયંતિ સંત રોહીદાસ જયંતિ તથા વિશ્વ હિન્દુ પરિષદના અશોકજી સિંગલ ને સો વર્ષ પૂર્ણ થતા સામાજિક સમરસતા ગોષ્ટિનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે વક્તાશ્રીઓએ પ્રસંગે અનુરૂપ વક્તવ્ય આપે લ આ ગોષ્ઠિમાં સંતો-મહંતો, VHP ના જિલ્લા હોદ્દેદારો, નગરનાં હોદેદારો તમામ VHP કાર્યકર્તા બંધુઓ, દુર્ગાવાહિની, માતૃશક્તિ બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ "સમરસ સમાજ - સશક્ત રાષ્ટ્ર" ના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મંત્રી તથા સામાજિક સમરસતા આયામના આગેવાનો અને હોદેદારો, કાર્યકર્તા ઓ એ જણાવ્યું હતું કે, "અમારો ઉદ્દેશ્ય જાત-પાતના ભેદભાવ વગર સમરસ સમાજનું નિર્માણ કરવાનો છે, જેનાથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે. મહર્ષિ વાલ્મિકીએ આપણને આ જ માર્ગ બતાવ્યો છે." કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સમાજમાં એકતા અને ભાઈચારો જાળવી રાખવાના સંકલ્પ લીધા હતા. સમગ્ર કાર્યક્રમ "સમરસ સમાજ - સશક્ત રાષ્ટ્ર" ના નારા સાથે સંપન્ન થયો હતો.