ભિલોડા : જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભિલોડા ખાતે વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત બિરસા મુંડા સર્કલ, ઘોલવાણી ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા, આંબેડકર સર્કલ ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ભિલોડા ચાર રસ્તા ખાતે આવેલ શહીદ સ્મારક, રાધાકુંજ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ ટ્રાયબલ હાટ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આ પ્રસંગે તમામ મહાનુભાવોની પ્રતિમાઓને સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભાવપૂર્વક નમન કરી તેમના મહાન યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત સૌએ સામૂહિક શ્રમદાન કરીને સ્વચ્છતા, સામાજિક એકતા અને નાગરિક તરીકેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ઉલ્લેખનીય છે કે ધરતી આબા ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અસ્તિત્વ, અસ્મિતા, સ્વાભિમાન અને અધિકારોની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. અંગ્રેજ શાસન સામેના તેમના સંઘર્ષ, અદમ્ય સાહસ અને બલિદાન આજે પણ સમગ્ર જનજાતિ સમાજ માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી દ્વારા મહાન જનજાતીય સ્વાતંત્ર્ય સેનાનીના વિચારો અને આદર્શોને જનમાનસ સુધી પહોંચાડવાની સાથે સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

