ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે આજે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં ખાસ કરીને આદિવાસી લાભાર્થી મહિલાઓએ ભાગ લીધો હતો, જેઓ ગુજરાત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહી છે. આ મહિલાઓએ પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કરીને સરકારી યોજનાઓથી તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન વિશે વાત કરી હતી. તેમણે આર્થિક સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારની દિશામાં મળેલી સહાયને વખાણી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર મહિલાઓને સમાજના મજબૂત સ્તંભ તરીકે જુએ છે. આર્થિક સ્વાવલંબન, કૌશલ્ય વિકાસ, આરોગ્ય સેવાઓ અને શિક્ષણના ક્ષેત્રે મહિલાઓને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમો ચાલુ છે. તેમણે મહિલાઓને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને પોતાના વિકાસમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જનજાતિય સમુદાયના ગૌરવ અને સન્માનને જાળવી રાખવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને બિરસા મુંડાના આદર્શોને અનુસરીને આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરી રહી છે.
આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદારશ્રી, જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ, વિભાગીય અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. સંમેલનમાં મહિલાઓ ના પ્રતિભાવો અને મંત્રીશ્રીના માર્ગદર્શનથી કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવ્યો હતો. આ પ્રકારના સંમેલનો આદિવાસી મહિલાઓને સરકારી યોજનાઓ વિશે જાગૃત કરવા અને તેમના અધિકારો તથા તકો વિશે માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત આયોજિત આ મહિલા સંમેલન આદિવાસી સમાજમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક-આર્થિક વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.

