ભિલોડા ખાતે જનસેવા સંઘ મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને આવનારા દિવાળીના પર્વ નિમિત્તે ધોલવાણી ગામના સંજયભાઈ રવિશંકર ઉપાધ્યાય તરફથી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંડળના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય, એન.આર. વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય દિનેશભાઈ ડાભી, સુપરવાઇઝર મગનભાઈ, એન.આર.એ. કન્યા વિદ્યાલયનાં આચાર્ય ઇલાબેન પટેલ, જનસેવા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ ઝાલા તથા મંડળના કારોબારી સભ્ય જગદીશભાઈ કડુરામ ઉપાધ્યાયના હસ્તે કર્મચારીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી કાર્યથી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જનસેવા સંઘની શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને દિવાળી નિમિત્તે મીઠાઈનું વિતરણ
આ સેવાભાવી કાર્યથી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ક
કૌશિક સોની,અરવલ્લી
