ભિલોડા સ્થિત જનસેવા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળામાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ આકર્ષક અને રંગબેરંગી રંગોળીઓ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાના સુંદર દર્શન કરાવ્યાં હતાં. આ પ્રસંગે જનસેવા સંઘના પ્રમુખ ગિરીશભાઈ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની કલાત્મક કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. રંગોળીના આ કાર્યક્રમથી શાળામાં ઉત્સવમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું.