જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત વહેલાલ સ્થિત સી.જી. અમીન સ્કૂલના હોકી ગ્રાઉન્ડ ખાતે હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શેઠ સી.એન. વિદ્યાલયની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.

અંડર-17 બોયઝ કેટેગરીમાં શેઠ સી.એન. વિદ્યાલયની ટીમે તપોવન 'એ' ટીમને 2-0થી હરાવી ચેમ્પિયનશિપ ફરીથી પોતાના નામે કરી હતી. આ કેટેગરીમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.

જાહેરાતAdvertisement

જ્યારે અંડર-14 બોયઝ કેટેગરીની ફાઇનલમાં શેઠ સી.એન. વિદ્યાલયની ગુજરાતી માધ્યમની ટીમે પોતાની જ અંગ્રેજી માધ્યમની ટીમને 2-0થી પરાજય આપી વિજય મેળવ્યો હતો. આ કેટેગરીમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આ તમામ ખેલાડીઓને સી.એન. સ્પોર્ટ્સ એકેડેમીના હોકી ગ્રાઉન્ડ ખાતે કોચ મયંક હલપતિ અને નવનીત પાંડે દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

આમ, ખેલ મહાકુંભની હોકી સ્પર્ધામાં શેઠ સી.એન. વિદ્યાલયની બંને ટીમોએ વિજય મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.