અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જુના ઉંટરડા ગામે દેવદિવાળીના પાવન અવસરે માં દિપેશ્વરી માતાજીનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે રંગેચંગે સંપન્ન થયો હતો. આ ધાર્મિક મહોત્સવમાં ગામના વીસામા ગ્રુપના મિત્રો તેમજ માં દિપેશ્વરી માતાજીના વહીવટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.માતાજીના દર્શન અને અન્નકૂટના પાવન પ્રસંગે આસપાસ ના જિલ્લાઓનાં વિવિધ ગામો માંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના આગેવાન અને માં દિપેશ્વરી વહીવટી મંડળના પ્રમુખ નવીનભાઈ પંડ્યા સહિત રાજેશભાઈ પટેલ, હિંમતસિંહ, દિલીપસિંહ, શૈલેન્દ્રસિંહ, અલ્પેશભાઈ ઉપાધ્યાય, અતુલભાઈ, રાજેશભાઈ પંડ્યા, તેજસભાઈ, કેતનભાઈ તથા દિવ્યકાંતભાઈ ઉપાધ્યાયે ભારે જહેમત ઉઠાવી હતી.ગ્રામજનો અને આયોજકોના સહયોગથી ભવ્ય અન્નકૂટ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થતાં ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
જુના ઉંટરડામાં દેવદિવાળીએ માં દિપેશ્વરી માતાજીનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો
આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા : વીસામા ગ્રુપ અને મંદિર વહીવટી મંડળના સંયુક્ત પ્રયાસોથી સુંદર આયોજન
ક
કૌશિક સોની, અરવલ્લી
