હિંમતનગર તાલુકાના કરણપુર ખાતે આગામી તા.૨૨, ૨૩ અને ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અર્બુદા સંસ્કાર ધામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગને લઈને આમંત્રણ અને આયોજનની તૈયારીઓના ભાગરૂપે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વ્યાપક સ્તરે જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
અર્બુદા સંસ્કાર ધામની મહિલા કમિટી દ્વારા બંને જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં મહિલાઓની બેઠકો યોજવામાં આવી રહી છે. શહેરો અને ગામડાઓમાં યોજાતી આ બેઠકોમાં મહિલાઓને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક અને સામાજિક મહત્ત્વ અંગે માહિતગાર કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

અર્બુદા મહિલા કમિટીની બહેનો દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠકો યોજી મહોત્સવના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકોમાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ રહી છે અને મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. કરણપુર ખાતે યોજાનાર આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા મહિલાઓમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા કમિટી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની તમામ મહિલાઓને આ પવિત્ર મહોત્સવમાં સહભાગી બની ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું

