સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર–શામળાજી નેશનલ હાઈવે-૪૮ પર કરણપુર ગામ નજીક સાબરકાંઠા-અરવલ્લી સમગ્ર આંજણા(ચૌધરી) સમાજ દ્વારા ધાર્મિક આસ્થા અને સામાજિક વિકાસના નવા કેન્દ્ર તરીકે અર્બુદા સંસ્કારધામનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે ૪.૮ એકર જમીનમાં તૈયાર થયેલા આ સંકુલ ખાતે આગામી તા.૨૨, ૨૩ અને ૨૪મી નવેસર દરમ્યાન અર્બુદા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કન્વીનર બાબુભાઈ વી.પટેલે પત્રકાર પરિષદમાં વધુમાં માહિતી આપતા જણાવેલ કે પ્રથમ નોરતાના દિવસે અધ્ધરદેવી(આબુ)થી માં અર્બુદાની પવિત્ર જ્યોત લાવવામાં આવી હતી. ત્યારબાદ આંજણા(ચૌધરી) સમાજનાં ૨૩૧ ગામોમાં આ જ્યોતનું ભ્રમણ કરાવવામાં આવી રહ્યું છે. ૨૩મી તારીખે સાંજે પવિત્ર જ્યોત અર્બુદા સંસ્કારધામ ખાતે પહોંચશે અને ૨૪મીએ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેવાના છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અર્બુદા સંસ્કારધામમાં મંદિર ઉપરાંત કોમ્યુનિટી હોલ, પ્રસાદગૃહ સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સંકુલને માત્ર ધાર્મિક સ્થળ પૂરતું મર્યાદિત ન રાખતાં સમાજના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનાવવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર અર્બુદા સંસ્કારધામ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૩૦થી ૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આમ, કરણપુર ખાતે નિર્માણ પામેલું અર્બુદા સંસ્કારધામ આગામી સમયમાં ધાર્મિક આસ્થા સાથે શિક્ષણ, રોજગાર, મહિલા સશક્તિકરણ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે.
આ બેઠકે ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી જશુભાઈ જગુભાઈ પટેલ,
સંસ્થાપક પ્રમુખશ્રી દામુભાઈ પ્રભુદાસભાઈ પટેલ (ભિલોડા), ઉપપ્રમુખશ્રી વિનુભાઈ છબાભાઈ પટેલ ( તલોદ ), મહામંત્રી કેશુભાઈ પુંજાભાઈ પટેલ, મંત્રી

નાથાભાઈ ધુળાભાઈ પટેલ (રામનગર), પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કન્વીનરશ્રી બાબુભાઈ વિરાભાઇ પટેલ, રઘુભાઈ જેશીંગભાઇ પટેલ (કાનપુર)
અર્બુદા રથ સારથી, ફલજીભાઈ હીરાભાઈ પટેલ
અર્બુદા રથ સારથી ( ખેતી બેંક ), પ્રવિણભાઈ જીવાભાઈ પટેલ (સાબરકાંઠા બેન્ક)
કન્વીનર અર્બુદા સ્મૃતિ ગ્રંથ, મનુભાઈ ધીરુભાઈ પટેલ (ચોરીવાડ) સહકન્વીનર અર્બુદા સ્મૃતિ ગ્રંથ, કાંતિભાઈ પટેલ ખેડ (ચાંદરણી) વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અર્બુદા સંસ્કારધામ સંકુલ અંગેની વિવિધ માહિતી આપી હતી.
શિક્ષણ, રોજગાર અને યુવા સશક્તિકરણનું કેન્દ્ર અર્બુદા સંસ્કારધામ બનશે..
આગામી સમયમાં આંજણા(ચૌધરી)સમાજનાં યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે માટે હોસ્ટેલ, કોચિંગ ક્લાસીસ અને આધુનિક લાઇબ્રેરી બનાવવાનું આયોજન છે. મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓ તેમજ યુવાનોને વ્યવસાયલક્ષી તાલીમ આપવાની પણ યોજના છે. ખેતી સહિતનાં વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં સમાજના યુવાનો આગળ વધે અને આત્મનિર્ભર બને તેવા હેતુથી શૈક્ષણિક અને સામાજિક વિકાસની અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

