અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ગુજરાત સહિત દૂરદૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર શામળાજી ધામ ભક્તિમય બની ગયું હતું.
કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર અવસરે ભગવાન શામળિયાને પરંપરાગત વિધિ મુજબ મંગળા સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનની ભવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી હતી. આરતીના દિવ્ય દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓ હાથમાં ધજા-પતાકા લઈને પગપાળા તથા વિવિધ વાહનો દ્વારા શામળિયાના દ્વારે પહોંચ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર પર્વને લઈને મંદિર પરિસર તેમજ મંદિરના ભવ્ય શિખરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. ભગવાન શામળિયાના જયઘોષ અને ભક્તોની ભારે ભીડ વચ્ચે શામળાજી ધામમાં સમગ્ર દિવસ દરમિયાન ઉત્સવ જેવો માહોલ છવાયેલો રહ્યો હતો.

